
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 ના imp પ્રશ્ન
શુક્રવાર, 25 એપ્રિલ, 2025
Comment
ધોરણ 10 - વિજ્ઞાન: એસિડ, બેઇઝ અને ક્ષાર
ધોરણ 10 - વિજ્ઞાન: રસાયણિક પદાર્થો
બ્લીચિંગ પાવડર
રાસાયણિક નામ: કેલ્શિયમ ઓક્સીહાઈપોક્લોરાઈટ (CaOCl2)
બનાવટ: ક્લોરીન ગેસને સૂકા ફોડેલાચુના (Ca(OH)2) સાથે પ્રતિક્રિયા કરવાથી બને છે.
સૂત્ર: Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O
ઉપયોગો:
- કાપડ ઉદ્યોગમાં સફેદકરણ માટે
- પાણી શુદ્ધિકરણમાં બેક્ટેરિયા નાશક તરીકે
- કાગળ ઉદ્યોગમાં સફેદ કાગળ બનાવવા
- કૃષિ ક્ષેત્રે ફૂગ અને બેક્ટેરિયા નાશક તરીકે
ખાવાનો સોડો
રાસાયણિક નામ: સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ (NaHCO3)
બનાવટ: સોલ્વે પ્રક્રિયા દ્વારા બનાવાય છે:
સૂત્ર: NaCl + H2O + CO2 + NH3 → NaHCO3 + NH4Cl
ઉપયોગો:
- બેકિંગમાં પાવ કેક વગેરેને ફુલાવવા
- એન્ટાસિડ તરીકે એસિડિટીને ઘટાડવા
- ઘરેલૂ સફાઈમાં ડિટર્જન્ટ તરીકે
- દાંત સાફ કરવા પેસ્ટમાં
- મધમાખી ડંખના એસિડને તટસ્થ કરવા
- અગ્નિશામક પાવડર તરીકે
ધોવાનો સોડા
રાસાયણિક નામ: સોડિયમ કાર્બોનેટ ડેકાહાઈડ્રેટ (Na2CO3·10H2O)
બનાવટ: ખાવાના સોડાને ગરમ કરી ને મળેલા પદાર્થમાં પાણી ઉમેરવાથી બને છે.
સૂત્ર: 2NaHCO3 → Na2CO3 + CO2 + H2O
ઉપયોગો:
- કપડા ધોવા માટે
- હાર્ડ વોટરને નરમ કરવા માટે
- કાચ, પેપર ઉદ્યોગમાં
- ઘરેલૂ effective ક્લિનર તરીકે
- લેબોરેટરીમાં એસિડ પ્રયોગોમાં
પ્લાસ્ટર ઑફ પેરિસ (POP)
રાસાયણિક નામ: કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ (CaSO4·½H2O)
બનાવટ: જિપ્સમને લગભગ 373K પર ગરમ કરતા બને છે.
સૂત્ર: CaSO4·2H2O → CaSO4·½H2O + 1½H2O
ઉપયોગો:
- તૂટેલા હાડકાં માટે મેડિકલ કાસ્ટમાં
- ઘર સજાવટમાં મોલ્ડિંગ માટે
- ફોલ્સ સિલિંગ ડિઝાઇન માટે
- ચિત્રશિલ્પ અને મૂર્તિ બનાવવા
- દિવાલના તિરાડો પુરવા માટે
0 Response to "ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 ના imp પ્રશ્ન"
ટિપ્પણી પોસ્ટ કરો