નિવસનતંત્ર – ઘટકો, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો | ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13

નિવસનતંત્ર – ઘટકો, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો | ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13

નિવસનતંત્ર અને તેના ઘટકો

નિવસનતંત્ર (Ecosystem)

વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ અને માનવજાતિ જેવાં બધાં સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને જે આંતરક્રિયા તંત્ર બનાવે છે તેને નિવસનતંત્ર કહેવાય છે.

અથવા :
સજીવ અને નિર્જીવ વચ્ચે થતી આંતરક્રિયા ને નિવસનતંત્ર કહે છે.

દરેક નિવસનતંત્ર મુખ્યત્વે બે પ્રકારના ઘટકો ધરાવે છે:

  • જૈવિક ઘટકો: બધાં સજીવો જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવાણુઓ વગેરે.
  • અજૈવિક ઘટકો: તાપમાન, હવા, વરસાદ, ભૂમિ, પાણી, ખનિજ તત્ત્વો વગેરે.

બગીચાનું નિવસનતંત્ર

કોઈ પણ બગીચો તેના વનસ્પતિઓ (જેમ કે ઘાસ, વૃક્ષો, પુષ્પોવાળા છોડ) અને પ્રાણીઓ (જેમ કે દેડકાં, કીટકો, પક્ષીઓ) સાથે મળીને નિવસનતંત્ર રચે છે.

બગીચાની અંદર સજીવો પરસ્પર ક્રિયાઓ કરે છે અને તેમની વૃદ્ધિ, પ્રજનન વગેરે માટે આજૈવિક ઘટકો પર આધાર રાખે છે. તેથી, બગીચો એક સંપૂર્ણ નિવસનતંત્ર છે.

જીવનનિર્વાહના આધાર પર સજીવોના પ્રકાર

1. ઉત્પાદકો (Producers)

જે સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, તેમને સ્વયંપોષી કે ઉત્પાદકો કહે છે. ઉદાહરણ: લીલી વનસ્પતિઓ અને બેક્ટેરિયા.

2. ઉપભોગીઓ (Consumers)

જે સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે ઉત્પાદકો પર આધાર રાખે છે, તેમને ઉપભોગીઓ કહે છે. ઉપભોગીઓના પ્રકાર:

  • શાકાહારી: ગાય, બકરી, ભેંસ
  • માંસાહારી: વાઘ, સિંહ, ચિત્તો
  • મિશ્રાહારી: માનવ, કૂતરો, ઉંદર
  • પરોપજીવીઓ: કૃમિ, ઇતરડી

3. વિઘટકો (Decomposers)

જે સૂક્ષ્મ જીવો (બેક્ટેરિયા, ફૂગ) મૃત સજીવોના અવશેષોને વિઘટન કરીને તેને પૃથ્વી સાથે ભેળવી દે છે અને વનસ્પતિઓ માટે ખોરાકરૂપ બને છે. તેમને વિઘટકો કહે છે.

આહારશૃંખલા (Food Chain)

સજીવો પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખે છે અને તે સંબંધથી આહારશૃંખલા બને છે.

આહારશૃંખલામાં દરેક કડીને પોષકસ્તર કહેવાય છે.

  • પ્રથમ પોષકસ્તર: ઉત્પાદકો (ઘાસ, છોડ)
  • દ્વિતીય પોષકસ્તર: શાકાહારી પ્રાણીઓ (કીડા, તીડ)
  • તૃતીય પોષકસ્તર: નાનાં માંસાહારી (દેડકો)
  • ચતુર્થી પોષકસ્તર: મોટા માંસાહારી (સાપ, બાજ)

ઉદાહરણ 1: ઘાસ → કીટક → દેડકો → સાપ → બાજ

ઉદાહરણ 2: તૃણભૂમિ → તીડ → દેડકો → સાપ → સમડી

નિવસનતંત્ર MCQ

નિવસનતંત્ર - MCQ પ્રશ્નો

1. નિવસનતંત્રના મુખ્ય કેટલા ઘટકો હોય છે?

2. નીચેના પૈકી કયો જૈવિક ઘટક છે?

3. બગીચામાં જોવા મળતા ઉપભોગી પ્રાણી કયાં છે?

4. આહારશૃંખલામાં ચોથું પોષકસ્તર કયાં સજીવોનું હોય છે?

5. નીચેના પૈકી કયો ઘટક ‘અજૈવિક’ છે?

6. નીચેના પૈકી કયો ‘ઉત્પાદક’ તરીકે ઓળખાય છે?

7. પરોપજીવીમાં કયો સજીવ સામેલ છે?

8. દેડકો આહારશૃંખલામાં કયા પોષકસ્તર પર આવે છે?

9. ‘વિઘટકો’ શું કાર્ય કરે છે?

10. નીચેના પૈકી કયો વિઘટક તરીકે ઓળખાય છે?



0 Response to "નિવસનતંત્ર – ઘટકો, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો | ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

In

In 2