
પ્રવૃત્તિના આધારે રાસાયણિક પ્રક્રિયાઓ | ધોરણ 10 વિજ્ઞાન | Chemistry in Gujarati
સોમવાર, 5 મે, 2025
Comment
પ્રવૃત્તિના આધારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર
1. સંયોગીકરણ પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજનું નિર્માણ થતું હોય, તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.
(i) કોલસાનું સળગવું:
C(s) + O₂(g) → CO₂(g)
(ii) પાણીનું નિર્માણ:
2H₂(g) + O₂(g) → 2H₂O(g)
(iii) કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડનું નિર્માણ:
CaO(s) + H₂O(l) → Ca(OH)₂(aq) + ઉષ્મા
2. વિઘટન પ્રક્રિયા
એક જ પ્રક્રિયકમાંથી બે અથવા વધુ નીપજો મળતી હોય, તો તેને વિઘટન પ્રક્રિયા કહે છે.
વિઘટનના ત્રણ પ્રકાર:
- ઉષ્મીય વિઘટન: ઉષ્માથી વિઘટન થાય છે.
2FeSO₄(s) → Fe₂O₃(s) + SO₂(g) + SO₃(g)
- વિદ્યુતીય વિઘટન: વિદ્યુતપ્રવાહથી વિઘટન થાય છે.
2H₂O(l) → 2H₂(g) + O₂(g)
- પ્રકાશીય વિઘટન: પ્રકાશથી વિઘટન થાય છે.
2AgCl(s) → 2Ag(g) + Cl₂(g)
3. વિસ્થાપન પ્રક્રિયા
વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારમાંથી દૂર કરે ત્યારે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
વિસ્થાપનના બે પ્રકાર:
- એક વિસ્થાપન:
Fe(s) + CuSO₄(aq) → FeSO₄(aq) + Cu(s)
- દ્વિવિસ્થાપન (અવક્ષેપન):
BaCl₂(aq) + Na₂SO₄(aq) → BaSO₄(aq) + 2NaCl(aq)
4. ઉષ્માક્ષેપક પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજોના નિર્માણ સાથે ઉષ્મા બહાર આવે છે, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.
(i) CaO + H₂O → Ca(OH)₂ + ઉષ્મા
(ii) CH₄ + 2O₂ → CO₂ + 2H₂O + ઉષ્મા
(iii) શ્વસન પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે.
(iv) વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું.
5. ઉષ્માશોષક પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે, તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.
(i) Ba(OH)₂ + 2NH₄Cl → BaCl₂ + 2NH₃ + 2H₂O - ઉષ્મા
(ii) CaCO₃ + ઉષ્મા → CaO + CO₂
(iii) ZnCO₃ + ઉષ્મા → ZnO + CO₂
(iv) N₂ + O₂ + ઉષ્મા → 2NO
1. નીચેની કઈ પ્રક્રિયા સંયોગીકરણ પ્રકારની છે?
A. 2AgCl → 2Ag + Cl₂
B. Fe + CuSO₄ → FeSO₄ + Cu
C. C + O₂ → CO₂
D. BaCl₂ + Na₂SO₄ → BaSO₄ + NaCl
સાચો જવાબ: C. C + O₂ → CO₂
2. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય છે?
A. પ્રકાશ ઉત્પન્ન થાય છે
B. ઉષ્માનું શોષણ થાય છે
C. ઉષ્મા મુક્ત થાય છે
D. વિદ્યુતપ્રવાહ વાપરાય છે
સાચો જવાબ: C. ઉષ્મા મુક્ત થાય છે
3. 2H₂O → 2H₂ + O₂ રાસાયણિક પ્રક્રિયા કઈ છે?
A. વિદ્યુતીય વિઘટન
B. પ્રકાશીય વિઘટન
C. સંયોગીકરણ
D. ઉષ્માક્ષેપક
સાચો જવાબ: A. વિદ્યુતીય વિઘટન
4. BaCl₂ + Na₂SO₄ → BaSO₄ + NaCl કઈ પ્રકારની પ્રક્રિયા છે?
A. એક વિસ્થાપન
B. સંયોગીકરણ
C. દહન
D. દ્વિવિસ્થાપન
સાચો જવાબ: D. દ્વિવિસ્થાપન
5. CaCO₃ → CaO + CO₂ આ પ્રક્રિયા કઈ છે?
A. ઉષ્માક્ષેપક
B. ઉષ્માશોષક
C. વિસ્થાપન
D. પ્રકાશીય વિઘટન
સાચો જવાબ: B. ઉષ્માશોષક
6. નીચેની કઈ પ્રક્રિયા પ્રકાશીય વિઘટન છે?
A. ZnCO₃ → ZnO + CO₂
B. 2AgCl → 2Ag + Cl₂
C. CH₄ + O₂ → CO₂ + H₂O
D. Fe + CuSO₄ → FeSO₄ + Cu
સાચો જવાબ: B. 2AgCl → 2Ag + Cl₂
7. Fe + CuSO₄ → FeSO₄ + Cu એ કઈ પ્રકારની પ્રક્રિયા છે?
A. દહન
B. વિદ્યુતીય વિઘટન
C. એક વિસ્થાપન
D. ઉષ્માશોષક
સાચો જવાબ: C. એક વિસ્થાપન
8. N₂ + O₂ + ઉષ્મા → 2NO કઈ પ્રકારની પ્રક્રિયા છે?
A. ઉષ્માક્ષેપક
B. ઉષ્માશોષક
C. સંયોગીકરણ
D. વિદ્યુત વિઘટન
સાચો જવાબ: B. ઉષ્માશોષક
9. CH₄ + 2O₂ → CO₂ + 2H₂O + ઉષ્મા એ કઈ પ્રક્રિયા છે?
A. વિઘટન
B. પ્રકાશીય વિઘટન
C. સંયોગીકરણ
D. ઉષ્માક્ષેપક
સાચો જવાબ: D. ઉષ્માક્ષેપક
10. CaO + H₂O → Ca(OH)₂ + ઉષ્મા કઈ પ્રકારની ક્રિયા દર્શાવે છે?
A. ઉષ્માશોષક
B. ઉષ્માક્ષેપક
C. વિદ્યુત વિઘટન
D. પ્રકાશીય વિઘટન
સાચો જવાબ: B. ઉષ્માક્ષેપક
0 Response to "પ્રવૃત્તિના આધારે રાસાયણિક પ્રક્રિયાઓ | ધોરણ 10 વિજ્ઞાન | Chemistry in Gujarati"
ટિપ્પણી પોસ્ટ કરો