એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો અને હાઈડ્રોજન વાયુ પરિક્ષણ | ધોરણ 10 વિજ્ઞાન - ગુજરાતીમાં સ્પષ્ટ સમજણ
બુધવાર, 7 મે, 2025
 Comment 
એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો
1. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા
એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થતાં ધાતુ ક્ષાર અને ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.
H₂SO₄(aq) + Zn(s) → ZnSO₄(aq) + H₂(g)
    ઉદાહરણ: સલ્ફ્યુરિક એસિડ + ઝિંક → ઝિંક સલ્ફેટ + ડાયહાઈડ્રોજન વાયુ
2. એસિડની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા
એસિડ + ધાતુ કાર્બોનેટ → ક્ષાર + પાણી + કાર્બન ડાયોક્સાઈડ
2HCl(aq) + Na₂CO₃(s) → 2NaCl(aq) + H₂O(l) + CO₂(g)
    HCl(aq) + NaHCO₃(s) → NaCl(aq) + H₂O(l) + CO₂(g)
  3. એસિડની બેઇઝ સાથે પ્રક્રિયા (તટસ્થીકરણ)
એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
HCl(aq) + NaOH(aq) → NaCl(aq) + H₂O(l)
    આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે.
4. એસિડની ધાત્વિય ઓક્સાઈડ સાથે પ્રક્રિયા
એસિડ + ધાતુ ઓક્સાઈડ → ક્ષાર + પાણી
2HCl(aq) + CuO(s) → CuCl₂(aq) + H₂O(l)
  પ્રવૃત્તિ: દાણાદાર Zn ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા
| સાધન સામગ્રી | પદાર્થો | 
|---|---|
| સ્ટેન્ડ, કસનળી, વિમોચન નળી, કાચનું પાત્ર | મંદ H₂SO₄, દાણાદાર ઝીંક, સાબુનું દ્રાવણ | 
કાર્ય પદ્ધતિ:
- કસનળીમાં 5 ml H₂SO₄ અને થોડો દાણાદાર Zn ઉમેરો.
 - ઝીંકની સપાટી પર થતા અવલોકન નોંધો.
 - ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો.
 - પારદર્શક પરપોટા પાસે સળગતી મીણબત્તી લઈ જાઓ.
 
અવલોકન:
- ઝીંકની સપાટી પર H₂ વાયુના પરપોટા દેખાય છે.
 - પરપોટા નજીક મીણબત્તી લઈ જતાં ધડાકા સાથે અગ્નિ થાય છે.
 
Zn(s) + H₂SO₄(aq) → ZnSO₄(aq) + H₂(g)
  પ્રશ્ન 1: એસિડ + ધાતુ કાર્બોનેટ મળીને શું બને છે?
ક્ષાર + હાઈડ્રોજન વાયુ
    ક્ષાર + પાણી + કાર્બન ડાયોક્સાઈડ
    ક્ષાર + ઓક્સીજન
    ક્ષાર + કોપર
    
    સાચો જવાબ: ક્ષાર + પાણી + કાર્બન ડાયોક્સાઈડ
  પ્રશ્ન 2: H₂SO₄ અને Zn ની ક્રિયામાં કઈ વાયુ ઉત્પન્ન થાય છે?
ઓક્સીજન
    કાર્બન ડાયોક્સાઈડ
    હાઈડ્રોજન
    નાઇટ્રોજન
    
    સાચો જવાબ: હાઈડ્રોજન
  પ્રશ્ન 3: તટસ્થીકરણ પ્રક્રિયામાં શું બને છે?
ક્ષાર + કાર્બન ડાયોક્સાઈડ
    ક્ષાર + હાઈડ્રોજન
    ક્ષાર + ઓક્સીજન
    ક્ષાર + પાણી
    
    સાચો જવાબ: ક્ષાર + પાણી
  પ્રશ્ન 4: હાઈડ્રોજન વાયુની ઓળખ કઈ રીતે થઈ શકે?
પાણી સાથે ઉકાળવાથી
    તે ઓક્સીજનમાં ભળી જાય છે
    પરપોટા ફાટી જાય છે
    સળગતી મીણબત્તી નજીક લાવતાં ધડાકો થાય છે
    
    સાચો જવાબ: સળગતી મીણબત્તી નજીક લાવતાં ધડાકો થાય છે
  પ્રશ્ન 6: કઈ પ્રક્રિયા તટસ્થીકરણ (Neutralization) કહેવાય?
બેઇઝ + ધાતુ → ક્ષાર + હાઈડ્રોજન
  એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
  એસિડ + ઓક્સાઈડ → એસિડ
  ધાતુ + પાણી → એસિડ
  
  સાચો જવાબ: એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
પ્રશ્ન 7: કઈ કૃિયા દરમિયાન CO₂ વાયુ ઉત્પન્ન થાય છે?
એસિડ + ધાતુ કાર્બોનેટ
  એસિડ + ધાતુ
  બેઇઝ + ઓક્સાઈડ
  એસિડ + એમોનિયા
  
  સાચો જવાબ: એસિડ + ધાતુ કાર્બોનેટ
પ્રશ્ન 8: કોપર ઓક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક એસિડની ક્રિયામાં શું બને છે?
Cu + HCl
  CuCl₂ + H₂O
  Cu(OH)₂ + CO₂
  CuSO₄ + H₂
  
  સાચો જવાબ: CuCl₂ + H₂O
પ્રશ્ન 9: નીચેના પૈકી કયો પદાર્થ ધાત્વીય ઓક્સાઈડ છે?
CuO
  HCl
  NaOH
  CO₂
  
  સાચો જવાબ: CuO
પ્રશ્ન 10: એસિડ અને બેઇઝની ક્રિયા પછી ઉત્પન્ન થતી ઉત્પાદનોમાં શું મળે છે?
કાર્બન ડાયોક્સાઈડ અને મીઠું
  હાઈડ્રોજન અને પાણી
  ક્ષાર અને પાણી
  મીઠું અને ઓક્સીજન
  
  સાચો જવાબ: ક્ષાર અને પાણી
  
0 Response to "એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો અને હાઈડ્રોજન વાયુ પરિક્ષણ | ધોરણ 10 વિજ્ઞાન - ગુજરાતીમાં સ્પષ્ટ સમજણ"
ટિપ્પણી પોસ્ટ કરો