ધાતુ કાર્બોનેટ અને હાઈડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ પ્રતિક્રિયા | GSEB અને 10મી ધોરણ માટે વિજ્ઞાન પ્રયોગ

ધાતુ કાર્બોનેટ અને હાઈડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ પ્રતિક્રિયા | GSEB અને 10મી ધોરણ માટે વિજ્ઞાન પ્રયોગ

ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટ સાથેની એસિડ પ્રક્રિયા

ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટ સાથેની એસિડ પ્રક્રિયા

પ્રયોગ પદ્ધતિ

  1. બે કસનળી લો. તેમને A અને B નામ આપો.
  2. કસનળી Aમાં 0.5 g સોડિયમ કાર્બોનેટ (Na₂CO₃) અને કસનળી Bમાં 0.5 g સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ (NaHCO₃) લો.
  3. બંને કસનળીમાં આશરે 2 ml મંદ HCl ઉમેરો.
  4. તમારા અવલોકનની નોંધ કરો.
  5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક કસનળીમાં ઉદ્ભવતા વાયુને ચૂનાના પાણી (કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ) માંથી પસાર કરો.
  6. તમારા અવલોકનો નોંધો.

પ્રક્રિયા સમીકરણ

Na₂CO₃(s) + HCl(aq) → 2NaCl(aq) + H₂O(l) + CO₂(g)
NaHCO₃(s) + HCl(aq) → NaCl(aq) + H₂O(l) + CO₂(g)

અવલોકન

બંને કસનળીમાં મંદ HCl ઉમેરતાં તેમાંથી કોઈ વાયુ બહાર નીકળતો દેખાશે.

આ વાયુને ચૂનાના પાણી (કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ) માંથી પસાર કરતાં કેલ્શિયમ કાર્બોનેટ બનવાને કારણે દ્રાવણ દૂધિયા રંગનું બને છે, જે દર્શાવે છે કે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઈડ છે.

પ્રક્રિયા માટે સમીકરણ

Ca(OH)₂(aq) + CO₂(g) → CaCO₃(s) + H₂O(l)

વિશેષ ટિપ્પણી

આ પ્રવૃત્તિ દર્શાવે છે કે, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે.

ઝિંક અને સોડિયમ હાઈડ્રોક્સાઈડ

ઝિંક(Zn) ધાતુની સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOH) સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝિંકેટ બને છે.

Zn(s) + 2NaOH(aq) → Na₂ZnO₂(s) + H₂(g)

સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર Na₂ZnO₂ છે.

કાર્બન ડાયોક્સાઈડ અને ચૂનાનો પથ્થર

કાર્બન ડાયોક્સાઈડ વાયુ (CO₂)ને ચૂનાના પાણી (Ca(OH)₂)માંથી પસાર કરતાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે:

Ca(OH)₂(aq) + CO₂(g) → CaCO₃(s) + H₂O(l)

કોપર ઓક્સાઈડ અને HCl

કોપર ઓક્સાઈડ (CuO)માં મંદ હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) ઉમેરતાં દ્રાવણનો રંગ વાદળી-લીલો બને છે. આ પ્રક્રિયામાં કોપર ક્લોરાઈડ (CuCl₂) બનવાના કારણે દ્રાવણનો રંગ વાદળી-લીલો બને છે.

2HCl(aq) + CuO(s) → CuCl₂(aq) + H₂O(l)

ધાત્વીય ઓક્સાઈડ સ્વભાવે બેઝિક છે.

અધાત્વીય ઓક્સાઈડ સ્વભાવે એસિડિક છે.

0 Response to "ધાતુ કાર્બોનેટ અને હાઈડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ પ્રતિક્રિયા | GSEB અને 10મી ધોરણ માટે વિજ્ઞાન પ્રયોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

In

In 2