
Std 10 Science Chapter 11 - Electricity | ધોરણ 10 વિજ્ઞાન પાઠ 11 - વિદ્યુત MCQs, Notes & Solutions in Gujarati
Std 10 વિજ્ઞાન – વિધુતપ્રવાહ અને વિધુતપરિપથ

આજના યુગમાં ટેલિવિઝન, પંખો, ટ્યૂબલાઈટ, ફ્રીજ, કમ્પ્યુટર વગેરે ઉપકરણો વિધુતઊર્જાથી ચાલે છે. શાળાઓ, ઓફિસો, હોસ્પિટલો જેવા અનેક સ્થળોએ વિધુતનું સામ્રાજ્ય જોવા મળે છે.
વિધુતઊર્જા એ એવી ઊર્જા છે જેને સહેલાઈથી સંગ્રહ કરી અને બીજી ઊર્જામાં રૂપાંતરિત કરી શકાય છે.
વિધુતભાર (Electric Charge)
ઘર્ષણની ક્રિયામાં કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો એકબીજા સામે વિરુદ્ધ વિધુતભાર ધરાવે છે.
- કાચનો સળિયો – ધન વિધુતભાર
- પ્લાસ્ટિકનો સળિયો – ઋણ વિધુતભાર
1) ધન વિધુતભાર (+)
2) ઋણ વિધુતભાર (-)
વિધુતભાર SI પદ્ધતિ મુજબ કુલંબ (C) માં માપવામાં આવે છે.
ઈલેક્ટ્રોનનો વિધુતભાર = −1.6 × 10⁻¹⁹ C
વિધુતપ્રવાહ (Electric Current)
જેમ પાણી નદીમાં વહે છે, તેમ ઈલેક્ટ્રોન પણ વાહક તારમાંથી વહે છે, જેને વિધુતપ્રવાહ કહેવાય છે.
I = Q / t
SI એકમ: એમ્પિયર (A)
- 1 A = 1 C / 1 s
- 1 mA = 10⁻³ A
- 1 µA = 10⁻⁶ A
વિજ્ઞાનિક આન્દ્રે-મેરી એમ્પિયર ના નામ પરથી એમ્પિયર નામ આપવામાં આવ્યું.
વિધુતપરિપથ (Electric Circuit)
વિધુતપ્રવાહ પસાર થતો બંધ માર્ગ એટલે વિધુતપરિપથ.
એમીટર એ એવી સાધન છે જે વિધુતપ્રવાહ માપે છે અને હંમેશાં શ્રેણીમાં જોડાય છે.
ડ્રિફ્ટ વેગ: ઈલેક્ટ્રોનનો અવાજથી ખૂબ નાનો વેગ: 1 mm/s

સંપૂર્ણ રીવીઝન પોઇન્ટ્સ
- વિધુતઊર્જાનું મહત્વ અને ઉપયોગ
- ધન અને ઋણ વિધુતભાર
- પ્રોટોન અને ઈલેક્ટ્રોનના વિધુતભાર
- વિધુતપ્રવાહ – I = Q / t
- એમ્પિયર, mA, µA
- એમીટર અને તેનો ઉપયોગ
- વિધુતપ્રવાહની દિશા અને ડ્રિફ્ટ વેગ
ધોરણ 10 – વિજ્ઞાન MCQs
1) કયું સાધન વિધુતપ્રવાહ માપે છે?
2) વિધુતભારનું SI એકમ કયું છે?
3) વિધુત પ્રવાહના દિશામાં કયા કણની ગતિ થાય છે?
4) કયું સાધન વિધુતપ્રવાહનો દબાણ માપે છે?
5) વિધુત પ્રવાહનું SI એકમ કયું છે?
6) વિદ્યુત પ્રવાહ માટે જરૂરી ઘટકોમાં કયું સામેલ નથી?
7) કઈ એકમ વિદ્યુત કાર્ય માટે વપરાય છે?
8) વિદ્યુત વર્તુળમાં રેઓસ્ટેટનો ઉપયોગ શું માટે થાય છે?
9) વીજળીના મીટરમાં કયો ઉપકરણ હોય છે?
10) કયો ઘટક વિદ્યુત પ્રવાહને તોડે છે?
0 Response to "Std 10 Science Chapter 11 - Electricity | ધોરણ 10 વિજ્ઞાન પાઠ 11 - વિદ્યુત MCQs, Notes & Solutions in Gujarati"
ટિપ્પણી પોસ્ટ કરો