ધાતુઓના ભૈતિક ગુણધર્મો – ચિત્ર સહિત સરળ સમજૂતી | Std 10 Science Chapter 3

ધાતુઓના ભૈતિક ગુણધર્મો – ચિત્ર સહિત સરળ સમજૂતી | Std 10 Science Chapter 3

ધાતુઓના ભૌતિક ગુણધર્મો

ધાતુઓના ભૌતિક ગુણધર્મો

1. ધાત્વીય ચમક:
ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે.
ઉદાહરણ: એલ્યુમિનિયમ, કોપર
2. સખ્તાઈ:
સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે.
અપવાદ: સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ – આલ્કલી ધાતુઓ નરમ હોય છે અને છરી વડે કાપી શકાય છે.
ઉદાહરણ: લોખંડ (સખત), સોડિયમ (નરમ)
3. ગલનબિંદુ:
ધાતુઓ ઊંચાં ગલનબિંદુ ધરાવે છે.
અપવાદ: ગેલિયમ અને સીઝિયમ ખૂબ નીચાં ગલનબિંદુ ધરાવે છે અને હથેળી પર પીગળી જાય છે.
4. રણકાર:
ધાતુઓને સખત સપાટી પર અફાળવામાં આવે ત્યારે તે રણકાર ઉત્પન્ન કરે છે.
ઉદાહરણ: મેગ્નેશિયમ
5. ઘનતા:
સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે.
અપવાદ: પારો પ્રવાહી ધાતુ છે.
6. ટિપાઉપણું:
કેટલાંક ધાતુઓને ટીપીને પાતળા પતરાં બનાવી શકાય છે. આ ગુણધર્મને ટિપાઉપણું કહે છે.
ઉદાહરણ: સોનું અને ચાંદી – સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ
7. તણાવપણું:
ધાતુઓની પાતળી તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે.
ઉદાહરણ: એક ગ્રામ સોનામાંથી 2 કિ.મિ. લંબાઇનો તાર બનાવી શકાય છે.
8. ઉષ્માવાહકતા:
ધાતુઓ ઉષ્માના સારાં વાહકો છે.
સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. (તાંબાનાં અને એલ્યુમિનિયમનાં વાસણો)
અપવાદ: સીસું અને પારો ઉષ્માના મંદ વાહકો છે.
9. વિદ્યુતવાહકતા:
ધાતુઓ વિદ્યુતના સારાં વાહકો છે.
ઉદાહરણ: સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ
ઉપયોગ: વાયર બનાવવા માટે

પ્રવૃત્તિ 1: ધાતુઓ ઉષ્માના સારાં વાહકો છે

સાધનસામગ્રી: સ્ટેન્ડ, ધાતુનો તાર, બર્નર, ટાંકણી

કાર્ય પદ્ધતિ:
  • એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લો અને સ્ટેન્ડના ક્લેમ્પમાં ગોઠવો.
  • તારના મુક્ત છેડા પર મીણ વડે ટાંકણી લગાવો.
  • તારને ક્લેમ્પની નજીક બર્નર વડે ગરમ કરો.
  • અવલોકન કરો કે ટાંકણી નીચે પડે છે કે નહીં.
અવલોકન: ગરમીથી મીણ પીગળે છે અને ટાંકણી નીચે પડી જાય છે.
નિર્ણય: ધાતુઓ ઉષ્માની સુવાહકતા ધરાવે છે અને ઊંચું ગલનબિંદુ ધરાવે છે.

પ્રવૃત્તિ 2: ધાતુઓ વિદ્યુતના સારાં વાહકો છે

સાધનસામગ્રી: વિદ્યુતકોષ, બલ્બ, ક્લિપ, સ્વિચ, ધાતુઓ (કોપર, લોખંડ, એલ્યુમિનિયમ)

કાર્ય પદ્ધતિ:
  • આકૃતિ પ્રમાણે વિદ્યુત પરિપથ ગોઠવો.
  • પરીક્ષણ માટે પસંદ કરેલી ધાતુ A અને B છેડા વચ્ચે જોડો.
  • બલ્બ ચાલુ થાય છે કે નહીં તે નિરીક્ષણ કરો.
અવલોકન: જો બલ્બ ચાલુ થાય છે, તો ધાતુ વિદ્યુતપ્રવાહ વહન કરે છે.
નિર્ણય: ધાતુઓ વિદ્યુતના સારા વાહકો છે.
MCQ સાથે જવાબ બટન

ધાતુઓના ગુણધર્મો - MCQs

1) નીચેના પૈકી કઈ ધાતુ ધાત્વીય ચમક ધરાવે છે?
A) પારો
B) કોપર
C) પોટેશિયમ
D) સીસું
સાચો જવાબ: B) કોપર
2) કઈ ધાતુ છરી વડે કાપી શકાય તેવી છે?
A) લોખંડ
B) એલ્યુમિનિયમ
C) સોડિયમ
D) સોનું
સાચો જવાબ: C) સોડિયમ
3) કઈ ધાતુ હથેળી પર રાખતાં પીગળી જાય છે?
A) સીસું અને કોપર
B) ગેલિયમ અને સીઝિયમ
C) પારો અને મેગ્નેશિયમ
D) લિથિયમ અને એલ્યુમિનિયમ
સાચો જવાબ: B) ગેલિયમ અને સીઝિયમ
4) પારો કઈ અવસ્થામાં હોય છે?
A) ઘન
B) દ્રવ
C) વાયુ
D) અસ્થિર
સાચો જવાબ: B) દ્રવ
5) કઈ ધાતુ સૌથી વધુ ટિપાઈ શકાય તેવી છે?
A) કોપર
B) લોખંડ
C) સોનું
D) સીસું
સાચો જવાબ: C) સોનું
6) 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઇનો તાર બનાવી શકાય છે?
A) 1 મીટર
B) 100 મીટર
C) 1 કિમી
D) 2 કિમી
સાચો જવાબ: D) 2 કિમી
7) નીચેના પૈકી કઈ ધાતુ ઉષ્માના મંદ વાહક છે?
A) કોપર
B) એલ્યુમિનિયમ
C) સીસું
D) સિલ્વર
સાચો જવાબ: C) સીસું
8) વિદ્યુતના ઉત્તમ વાહક તરીકે કઈ ધાતુઓ ઉપયોગમાં લેવાય છે?
A) પારો અને સીસું
B) કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર
C) લોખંડ અને કોપર
D) સોનું અને પત્થર
સાચો જવાબ: B) કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર
9) ધાતુઓના ઉષ્માવાહક ગુણધર્મને ચકાસવા માટે કઈ પ્રવૃત્તિ થાય છે?
A) વીજળી પ્રવાહીત કરવી
B) ધાતુ ગરમ કરી તાપ ફેલાવવાનું જોવું
C) ધ્વનિ ઉત્પન્ન કરવી
D) પ્રવાહી બનાવી હથેળી પર રાખવી
સાચો જવાબ: B) ધાતુ ગરમ કરી તાપ ફેલાવવાનું જોવું
10) નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ધાતુના વિદ્યુત વાહકતાને દર્શાવે છે?
A) બર્નરથી ગરમ કરવી
B) પાણીમાં નાખવી
C) વીજ પરિપથમાં જોડીને બલ્બ ચમકાવવો
D) તપાવવું અને રણકાર સાંભળવો
સાચો જવાબ: C) વીજ પરિપથમાં જોડીને બલ્બ ચમકાવવો

0 Response to "ધાતુઓના ભૈતિક ગુણધર્મો – ચિત્ર સહિત સરળ સમજૂતી | Std 10 Science Chapter 3"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

In

In 2